Sad Quotes In Gujarati

Published by Rutha Aashiq on

Gujarati Sad Quotes

Sad Quotes In Gujarati

“sad quotes in gujarati” ruthaaashiq ne khud ne bhi ek post daali hai. Regional content ki ye pehli koshish audience ne kaamyaab banaai uske liye bahut bahut shukriya.Traditional Indian Writer ki khoj me hume “ગમ શાયરી ગુજરાતી” ka humara pehla submission aaya hai. Gujarati love quote readers ye pasand karenge aur share karenge iss umeed se desi aashiq ki desi koshish hai.

નયનથી ઝરતાં ઝરણાંને લૂછતું રહ્યું હૃદય રાતભર,
ને લોકો સમજદાર સમજીને સમજાવી ગયા!

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

ઝરતી લૂ’માં વીંઝણો બની ગયાં અમે સાહેબ,
એટલે જ હૈયાની ઠંડકે બળબળતી ઉધારી નથી.

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

કેમ વરસવું!? જો’ને બાંધી છે પાળ સહનશક્તિની જમાના આગળ,
પણ કહું ને તો, છલકાઈ જતો સુધા સાગર એકાદ એકાંત પાછળ.

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

ખીલવું એવી ઘાટીમાં કે આગવી છાપ છોડી જશે,
ને જો સુગંધ તારી ફેલાવું તો, ફૂલો પણ મુરઝાઈ જશે

કિનારે બેસી ચિતરું તો, લહેરો ય રંગ છાંટી જશે ને,
ગાઢ દરિયે ડૂબકી મારું તો, તળિયેથી મોતી લૂંટાઈ જશે

સ્મરણોમાં ભીંજાઉં તો, ગાલે ઝાકળ ઠરી જશે ને,
લાગણીનાં વાદળ માણું તો, પ્રેમ અનરાધાર વરસી જશે

છાનાં છપનાં વાગોળું તો, રાતો આમ જ વીતી જશે,
માણવા જો તને બેસું તો, અધૂરું આલમ વરતાઈ જશે

ખૂટ્યાં છે શબ્દો કંઈક જોને કલમ પણ થંભી જશે,
તોય ધબકાર માપું તો, એમાં ય તું જ આલેખાઈ જશે

જો લખું હું ગઝલ તો, કદાચ કવિતા રિસાઈ જશે,
ને લખવાં જો તને બેસું તો, આ કાગળ પણ મુંઝાઈ જશે.

હે, માધવ! જોને તારા કેટકેટલા છે, નામ ને ઠામ!
વ્રજનો કામણગારો કાન, ને પાછો રાધાનો શ્યામ!

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

‘જીનલ’ની લેખનભાષાએ તું અભાષિત હશે
તોય લેખનાં ઊંડાણે મર્મ કેવળ તું હશે!

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

મંજીલ સુધીના મારગમાં કાંટા બહું છે જાણું છું,
એકલદોકલ જ સહી! પણ સફરને બખૂબી માણું છું.

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

જાણે હમણાં જ ઉતરશે ચાંદ સાગરમાં ડૂબકી મારવા,
લાગે કે શશીની ચાંદની કેદ થઈ છે આ નિર્મળ જળમાં!

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

સાગર પણ ભીંજવશે નેહનાં મોજાં ઉછાળી સાનમાં,
ને ચમકાવી લેશે તળિયે મોતી, એ આહલાદક પળમાં!

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

વહેવડાવવી પ્રેમધારા, સ્નેહમાં ઊણપ નહિ ચાલે
વિશ્વાસ છે નાજુક દોર, છટકી જવા બહાનાં નહિ ચાલે

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

બીડાયેલું કમળ, આગંતુક પગરવની
આતુરતા પાછળનું કારણ લાગે!

આ છલકાતું સ્મિત અને સમેટાયેલી
સુંદરતા જાણે એનું તારણ લાગે.

Must Read:- Love Shayari In Gujarati

દરિયો સમેટીને બેઠો છે એના ગર્ભમાં, અગાઢ રહસ્ય!
આ માણસ જો’ને, અમથો બની બેઠો છે એનો સદસ્ય.

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

ક્યાં માંગ્યું છે!! પંખ ફેલાવી ઉડવાને આ આખું ય આકાશ? બસ,
નાની સી બારીમાંથી કલ્પનાની મોકળાશે હવે ખુદની જ કરવી છે તલાશ!

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

છંછેડી હૃદય ને લાગણીની હારોહાર ભીંજાણી છું,
નીતરતા આ ભાવોથી લગોલગ મૂલવાણી છું,

ખંખેરી કલમ ને શ્યાહીથી ધારોધાર રંગાણી છું!
હું ‘જીનલ’ કવિતાઓના શબ્દે શબ્દે ચૂકવાણી છું.

સાદગીની
ચપળતા ને
હળવા
સ્મિતની ચંચળતા,
જો’ને આંખોની
કટાક્ષ મને
ભીંજવી ગઈ,
વરસતાં જ!
અને
હારી ગયું
મુજ હૃદય ને
જીતી લીધું
એણે પંપાળતા,
હારી બેઠી એ
સઘળું એનું,
કેવળ સ્નેહ
ખરચતાં જ!

જળધરમાં ઠરીને આ ધરાએ વહેવું એ સૌભાગ્ય પાણીનું!
ને સુંદરતા સંગ વહાવતું પાણી નિહાળું એ અહોભાગ્ય મારું.

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

આ આભ પણ એનું પ્રતિબિંબ જોઈ હરખાતું હશે ને!
એના જેવું વિશાળ, પણ ઊંડાણ જોઈ ગભરાતું હશે ને!!

તારા માટેના પ્રેમને શબ્દોમાં ટાંકતા નથી આવડતું,
તોય તારા પછી કોરો કાગળ વાળતા નથી આવડતું

પૂછજો કદી નાજુક કળીને ખીલ્યા પછી
કરમાઈ જવાનો ડર તો નથી ને,
રખે’ને
ક્ષણભંગુર મહેકતો ગુલઝાર પણ
કચડાઈ જવાના મારગમાં થર તો નથી ને!

બાંધ્યા છે પાળા વીતેલી પળોના આ હૃદયની પાળે,
ગમતી અણગમતી દરેક પળો સમેટીને રાખી છે લાગણીઓની આરે,

મોતી વીણી વીણીને માળા ગૂંથી કાંઈ યાદોના કિનારે,
આજેય જીવંત રાખી છે આયખું સમેટવા! કે હવે હિસાબની જરૂર છે મારે.

અંધારી રાતમાં આ ચાંદ જાણે,
આભમાં ખીલેલું આભાસી ગુલાબ!

ફિક્કું આ જગ ને ફીક્કી બધી વાત,
ના અનુભવું સુવાસ તો પછી શું લાભ?

sad quotes in gujarati, sad gujarati quotes, ગમ શાયરી ગુજરાતી

Download Image

“sad quotes in gujarati” ki ye nayi post in old style aapko kaisi lagi? Kuch naya try kiya hai toh aap “sad gujarati quotes” ki next post me kya feeling chaahte hai, wo hume comment section me jarur bataaye.

Spread The Love

0 Comments

Leave a Reply

Avatar placeholder

Your email address will not be published. Required fields are marked *